Anokhi baten

- જ્યારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા, અને રાખ લેવા માટે એટલી પડાપડી થઈ કે ત્યાંથી લોકો માટી ઉઠાવવા લાગ્યા તેથી ત્યાં મોટો ખાડો પડી ગયો, તેનું નામ હેમખાડ પડી ગયું.

- શ્રી શ્રેણિકરાજા આવતી ચોવીસી ના ત્રીજા આરા ના નેવ્યાસી પખવાડીયા વીત્યાં પછી શતધ્વાર નગરમાં સમુચિ રાજાની ભદ્રા નામની રાણી ની કુખે જન્મ લેશે, પહેલી નરક માંથી નીકળી ચૈત્રસુદ-૧૩ ના દિવસે જ તેમનો જન્મ થશે, અને નિર્વાણ કલ્યાણક દિવાળીના દિવસે જ થશે.

- સંભવનાથ પ્રભુએ ત્રીજા ભવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું તેમાં મુખ્ય કારણ દુકાળમાં કરેલી સાધર્મિક ભક્તિ.

- દેવગિરિમાં જગસિંહ નામના શેઠે ૩૬૦ નોકરોને પોતાના જેવા માલદાર બનાવી દીધા.તેથી તે ગામમાં રોજ તેમાંનાં એકેક ધ્વારા રોજ સ્વામી વાત્સલ્ય થતું.રોજનો ખર્ચ ૭૨ ટાંક આવતો.

- શ્રી વસ્તુપાળ ના સ્વર્ગવાસ પછી શ્રી વર્ધમાનસૂરીએ જીવન પર્યંત આયંબીલ કર્યાં. આ વર્ધમાનસૂરી શ્રી શંખેશ્વરપ્રભુના ધ્યાનમાં કાળધર્મ પામી શંખેશ્વરતીર્થના અધિષ્ઠાયક દેવ થયા.

- મધનું માત્ર એક જ બિંદુ ભક્ષણ કરવાથી (ખાવાથી) પણ સાત ગામ બાળ્યા જેટલું પાપ લાગે.

- શ્રાવકના ઘરમાં ધ્વાર ઉપર મધ્યભાગમાં જિનપ્રતિમા હોવી જોઈએ.તેને મંગળ ચૈત્ય કહેવાય.મથુરા નગરી માં દરેક ઘરમાં ધ્વાર ઉપર જિનપ્રતિમા સ્થાપન કરવામાં આવતી.

- ભરતરાજા એ પોતાના ૫૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોને દિક્ષા અપાવેલી.

- શ્રી કૃષ્ણમહારાજા અને ચેટકમહારાજને એવો નિયમ હતો કે પોતાની સંતતિને પરણાવવી નહિ.પોતાની પુત્રીઓ થાવચ્ચા આદિને દિક્ષા અપાવી હતી.

- નળરાજાનો ભાઈ કુબેરનો પુત્ર નવોજ પરણેલો હોવા છતાં જ્ઞાનીના વચન થી પોતાનું આયુષ્ય નવપહોર બાકી જાણી સંયમ અગીકાર કરી સર્વાર્થ સિદ્ધવિમાન માં ઉત્પન્ન થયા.

- રાજા દંડવીર્ય આંગણે આવેલા તમામ સાધર્મિકો ભોજન કરી લે પછીજ ભોજન કરવાની પ્રતિજ્ઞાવાળા હતા એક વખત ઇન્દ્ર મહારાજાએ તેમની પરિક્ષા કરી.આઠ દિવસ લગાતાર સાધર્મિકોને તેમનાં ત્યાં મોકલ્યા તો રાજાએ આઠ દિવસ ઉપવાસ કર્યા.તેથી ઇન્દ્ર મહારાજાએ પ્રસન્ન થઇ તેમને દિવ્ય-ધનુષ્ય અને કુંડળ વગેરે ભેટ આપ્યા.

- આચાર્ય તુલસીજી (તેરાપંથી) એ શત્રુંજયગિરિની પ્રસંશા કરી તેથી તેમનાં એક ભક્તે દાદાના ચરણમાં મહા-મુલ્યવાન એક મણિની ભેટ ધરી જે આજે પણ પેઢીમાં વિદ્યમાન છે.

- ભાઈ મુનિને ઘેર લાવવા માટે ગયેલો નાનો ભાઈ ફલ્ગુમિત્ર ત્યાના સત્સંગે પોતેજ સાધુ બની ગયો.

- સાધુને રાત્રે મારવા ગયેલા ડાકુઓ સાધુને પડખું ફેરવતી વખતે ભૂમિ પર ઓઘો ફેરવતા જોઇને ધર્મ પામી ગયાં.

- દારૂ વિના ન રહી શકતો સાલવી સત્સંગના પ્રભાવે શત્રુંજય તીર્થનો અધિષ્ઠાયક દેવ થયો.(કપર્દિયક્ષ)

- અઢારદેશના માલિક કુમારપાળ રાજા પૂર્વભવે જયતાક નામે લુંટારા હતા,તેમનાં જીવનનું પરિવર્તન કરનાર આચાર્ય શ્રી યશોભદ્રસૂરીજી હતા.

- અભયકુમાર જેવા કલ્યાણ મિત્રના સત્સંગથી અનાર્ય દેશમાં જન્મેલા આદ્રકુમારે દિક્ષા લીધી. આજ આદ્ર્કુમારે કસાઈના દીકરા સુલસને ધર્માત્મા બનાવ્યો.

- આચાર્ય શ્રી શાંતિસુરીજીએ પોતાના જીવન કાળમાં ૪૧૫ રાજકુમારોને જૈનધર્મી બનાવ્યા હતા.અને ૭૦૦ શ્રીમાળી કુટુંબોને મૃત્યુના મુખમાંથી બચાવીને જૈન ધર્મના દ્દઢ અનુરાગી બનાવ્યા હતા.

- દાનવીર જગાડું શાહે આઠ અબજ અને સાડા છ કરોડ મણ અનાજનું દાન આપ્યું હતું. જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે દિલ્હીના શાહે ભરસભામાં મુકુટ ઉતાર્યો હતો. સિંઘપતિએ બે દિવસ અન્ન પાણીનો ત્યાગ કર્યો અને રાજા અર્જુનદેવ ખૂબ રડ્યા હતા.

- શ્રી શાંતનું મંત્રી એ ૮૪ હજાર સોના મહોર ખર્ચ કરીને તૈયાર કરેલો પોતાનો નવો મહેલ શ્રી વાદિદેવસુરીજી ના ઉપદેશથી ઉપાશ્રયના રૂપમાં ઘોષિત કારી દીધો.

- આચાર્ય પાદલિપ્તસૂરીજી એ ૧૦ વર્ષની નાની ઉંમરમાં આચાર્યપદ પ્રાપ્ત કર્યું.

- તક્ષશીલામાં ૫૦૦ જિનમંદિર અને લાખો જૈનોની વસ્તી હતી.

- રાજા વિક્રમે એક કરોડ સુવર્ણ મુદ્રાથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજીનું ગુરૂ પૂજન કર્યું હતું. આમ રાજાએ સવા કરોડ સોનામહોરથી શ્રી બપ્પભટ્ટસૂરીજીનું ગુરૂ પૂજન કર્યું હતું અને તેઓના આચાર્યપદ પ્રદાન મહોત્સવમાં એક કરોડ સોનામહોર ખર્ચ કર્યો હતો.

- મંત્રી વસ્તુપાળ હંમેશા ૫૦૦ મુનિ ભગવંતોની ભક્તિનો લાભ લેતા.તદ્દઉપરાંત એક હજાર યાચકોને ભોજન કરાવતાં હતા.

- રાજા કુમારપાળે પોતાના જીવન ના છેલ્લા ૧૪ વર્ષમાં સાધર્મિક ભક્તિમાં ચૌદ કરોડ સોનામહોર ખર્ચ કર્યો .

- તેજપાલની પત્ની અનુપમાદેવી મહાવિદેહ ક્ષેત્રમાં જૈન કુળમાં શેઠની પુત્રી થઇ છે. આઠ વર્ષે સંયમ સ્વીકારી ઘન ઘાતીકર્મોનો નાશ થવાથી કેવળજ્ઞાન થયું છે. અત્યારે દેવતાઓથી વંદિત કેવળીઓની પર્ષદામાં બેઠાલા છે. દેશોન્યૂન પૂર્વકોટિ વર્ષ પર્યંત સંયમ પાળી ચાર અઘાતી કર્મનો નાશ કરી મોક્ષે જશે.

- આવતી ચોવીશીના પદ્મનાભ આદિ ચોવીશે તીર્થંકરો શ્રી ગિરનારજી ઉપર નિર્વાણ પામશે, તેમજ ત્રેવીશમાં અને ચોવીશમાંમાં તીર્થંકરના દિક્ષા તથા કેવલજ્ઞાન કલ્યાણક પણ ગિરનારજીમાં થશે. ગઈ ચોવીશીના પણ ૧૭ થી ૨૪ ભગવંતના દિક્ષા,કેવલજ્ઞાન તથા નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયા છે.

- આમરાજા એ ગોવર્ધનપર્વત પર સાડા ત્રણ કરોડ સોના મહોર ખર્ચીને જિનાલય બંધાવ્યું હતું.તેના મુખ્ય મંડપમાં સવાલાખ સોના મહોર તથા રંગ મંડપમાં ૨૧ લાખ સોનામહોર વાપરી હતી.

- પેથડ શાહ મંત્રીએ સાત કરોડ સોનામહોર, વસ્તુપાળે ૧૮ કરોડ સોના મહોર,અને થરાદના આભૂ-સંઘપતિએ ત્રણ કરોડ સોનામહોર ખરચીને લહિયાઓ ધ્વારા શાસ્ત્રગ્રંથો લખાવ્યા.

- કુમારપાળ મહારાજાએ સાત મોટી તીર્થયાત્રા કરી. શ્રી સિદ્ધાચલજી, ગિરનારજી આદિ તીર્થોની યાત્રા માં ૧૮૭૪ સુવર્ણ, રત્નમય દેવાલયો હતાં તથા ૭૨ રાણા અને ૧૮ હજાર કોટિધ્વજ શાહુકાર અને લાખોની સંખ્યામાં શ્રાવકોના સંઘ સહિત યાત્રા કરી.

- મહારાજા કુમારપાળે સાતસો લહિયા બોલાવીને છ લાખ છત્રીશ હજાર આગમગ્રંથ લખાવ્યા. તેમાં પણ એકએક આગમની સાતસાત પ્રતો સુવર્ણાક્ષરથી લખાવી તથા હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ અને ચરિત્રાદિક ગ્રંથોની એકવીસ પ્રતો લખાવી.અને લખાવેલ પુસ્તકોની સુરક્ષા માટે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા.

- ગુણવર્મા રાજાના ૧૭ પુત્રો એકઠા મળીને સત્તરપ્રકારી પૂજામાંથી એકએક પૂજા કરી.જેના પ્રભાવથી ૧૭ પુત્રોને તે જ ભવમાં મોક્ષ ની પ્રાપ્તિ થઇ.

- કુમારપાળરાજા શ્રી હેમચંદ્રાચાર્ય ને હંમેશા દ્વાદશાવર્ત વંદન કરીને સર્વ સાધુઓને વંદન કરતા હતાં. અને શ્રી હેમચંદ્રાચાર્ય ની ૧૦૮ સ��વર્ણકમલ ધ્વારા નિત્યપૂજા કરતાં હતાં.તથા દરરોજ ૧૮૦૦ સાધર્મિકોને ધર્મોપકરણ આપતા હતાં.

- ગોપગિરિ ના આમ રાજાએ ગુરૂ ભક્તિ નિમિત્તે એક મહાન ઉપાશ્રય બંધાવ્યો જેમાં ૧૦૦૦ થાંભલા હતાં ત્રણ મુખ્ય ધ્વાર હતાં. વિશાળ વ્યાખ્યાન મંડપ હતો.જેમાં એક મહાન ઘંટા બાંધી હતી. તે જ્યોતિષ મણીઓ થી સુશોભિત હતી.તેનું તળિયું ચંદ્રકાંત મણીઓથી બાંધેલું હતું. તે સમયમાં ત્રણ લાખ દ્રવ્ય નો ખર્ચ થયો હતો.

- મલ્લશ્રેષ્ઠીએ શ્રી વાદિદેવસૂરિ ની ૫૦૦૦૦ દ્રવ્ય થી પૂજા કરી હતી.

- ધારાનગરી ના લઘુ ભોજરાજા એ વાદિવેત્તા શાંતિસુરીશ્વરજી ની પૂજા ૧૨૬૦૦૦૦ દ્રવ્ય થી કરી હતી.જેમાં ગુરૂની પ્રેરણાથી ૧૨ લાખ દ્રવ્ય ખર્ચ કરીને માલવામાં જિનચૈત્ય નિર્માણ કર્યું તથા ૬૦ હજાર દ્રવ્યથી થરાદમાં ચૈત્યની દેવકુલિકા બંધાવી.

- સારંગશેઠ સુવર્ણ ટંકની જોળી લઈને ફરતા હતાં.રસ્તામાં ચાલતા,દુકાનમાં અથવા કોઈપણ સ્થાન પર જે નવકારમંત્ર બોલે તેને એક સુવર્ણ ટંક આપતા હતાં.

- ધંધુકામાં રાજા પરમારના શાસનમાં આબુજીની તળેટીમાં ૪૪૪ જિનમંદિર,૯૯૯ શિવાલય હતાં અને ૩૬૦ કરોડપતિઓ વસતા હતાં. તે કરોડપતિઓ હંમેશા આબુના જિનાલય માં પૂજા ભણાવતા હતાં.

- મહારાજા કુમારપાળે પોતાના ૩૨ દાંતોની શુદ્ધિને માટે દરરોજ વીતરાગસ્તોત્ર-૨૦ અને યોગશાસ્ત્રના –૧૨ એમ બત્રીસ પ્રકારનો સ્વાધ્યાય કરતાં હતાં.

- શ્રેણિક રાજા અનાથી મુનિના સમાગમથી સમકિતી થયા.તે વીરપ્રભુના પરમ ભક્ત અને ક્ષાયિક સમકિતી જીવ હતા.વનમાળીએ જયારે શ્રી વીરપ્રભુ પધાર્યા ની વધામણી આપી ત્યારે કરોડ પ્રમાણ ધન અને સોનાની જીભ તેને દાનમાં આપી.

- મંત્રી પેથડશાહ ના પિતા દેદાશાહે કાશ્મીરના એક વેપારી પાસેથી સાડા પચાસ મણ કેસર ખરીદીને ૪૯ મણ કેસરથી ઉપાશ્રય બનાવ્યો હતો. અને બાકીનું દોઢ મણ કેસર અલગ અલગ દહેરસરોમાં અને અન્ય મંદિરોમાં પ્રભુ ભક્તિને માટે આપ્યું.

- માધવ નામના ભાટે એકજ દિવસમાં ૪૦ માઈલથી અધિક અંતર કાપીને મંત્રી પેથડશાહને ધર્મઘોષ સુરીના આગમન ના સમાચાર આપ્યા હતા.તેનાથી ખુશ થઈને પેથડશાહે ભાટને સોનાની જીભ, હીરાના બત્રીશ દાંત,રેશમી વસ્ત્રની પાંચ જોડી અને એક ગામ ભેટ આપ્યું. તથા સુરીજીના સામૈયામાં બત્રીસ હજાર દ્રવ્યનો ખર્ચ કરીને પુરા માંડવગઢ નગરને ભવ્ય શાનદાર સુશોભિત કર્યું.

- પેથડશાહે જયારે પહેલું વ્રત લીધું ત્યારે તેની ખુશાલીમાં એક સોનામહોર સહિત લાડુની પ્રભાવના કરી, અને બ્રહ્મચર્ય વ્રત લીધું, ત્યારે સોળ હજાર દ્રવ્ય વાપરીને મહોત્સવ કર્યો. અઢાર લાખનો ખર્ચો કરીને " શત્રુંજયાવતાર " નામનું જિનાલય યુક્ત ભવ્ય મંદિર બનાવ્યું તદ્દઉપરાંત ડભોઈ,વડોદરા,ઇન્દોર, જયપુર,વઢવાણ,દોલતાબાદ,આદિ વિવિધ સ્થાનો પર સુવર્ણ કળશ થી સુશોભિત ૮૪ જિનમંદિર બંધાવ્યા. માંડવગઢના ૩૦૦ જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવીને સુવર્ણ કળશ અને ધ્વજ ચઢાવ્યા.

- પેથડશાહે ગિરનાર તીર્થયાત્રા પ્રસંગમાં દિગંબરો સાથેની હરિફાઇ ના સમયે ૨૨૪૦૦ તોલા સોનાની ઉછરામણી બોલી તીર્થમાળા પહેરી. તેઓએ પાલખીમાં બેસીને રાજમહેલ જતાં ઉપદેશ માળા ગ્રંથ કંઠસ્થ કર્યો. સવાકરોડ સોના મહોરો ખર્ચી દાનશાળાઓ બંધાવી.

- કપિલ કેવળીના દર્શનથી ૫૦૦ ચોર સંયમી બન્યા.

- બપ્પભટ્ટ સૂરીજી ના ઉપદેશ થી આમરાજાએ ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો.તે સંઘમાં એક લાખ સુભટ એક લાખ ઘોડાઓ,૭૦૦ હાથી, ૨૦૦૦૦ ઊંટ,૩ લાખ પાડા તથા વીસ લાખ શ્રાવકોનો પરિવાર હતો.

- વિક્રમરાજાના સંઘ માં ૧૬૯ સુવર્ણ મંદિર,૫૦૦ હાથી દાંતના દહેરાસર,૫૦૦ સુખડના જિનાલય,૭૦૦૦૦૦ શ્રાવકોના કુટુંબ,૧૧૦૦૯૦૦૦ બળદ ગાડા,૧૮૦૦૦૦ અશ્વ,૭૬૦૦ હાથી,૭૬૦૦ ઊંટ,અને ૫૦૦૦ સિદ્ધસેન દિવાકરસૂરિ જેવા મહાન આચાર્યો હતાં.

- પૂજ્ય વાદિદેવસૂરિ એ સાડા ત્રણ લાખ લોકોને જૈન બનાવ્યા.

- સમ્રાટ અશોકના પુત્ર સંપ્રતિ એ કુલ સવાલાખ જિનમંદિર તથા છત્રીશહજાર જિર્ણોદ્ધાર અને સવા કરોડ નવી જિન પ્રતિમાઓ ભરાવી.

- મંત્રીશ્વર પેથડશાહ ની ધર્મપત્ની જિનમંદિર જતી વખતે હંમેશા સવાશેર સુવર્ણનું દાન કરતી હતી.

- કુમારપાળ રાજા ત્રિભુવનપાળ વિહારમાં દરરોજ ૭૨ સામંતો તથા ૧૮૦૦ કરોડ પતિઓ સાથે અષ્ટપ્રકારી પૂજા કરતાં હતા. તેઓ હમેશાં પોતે નિર્માણ કરેલા ૩૨ દહેરાસરની ચૈત્યપરિપાટી કર્યાં પછી ભોજન કરતાં. કુમારપાળ રાજાએ ૧૪૪૪ નવી પ્રતિમાઓ ભરાવી, ત્રિભુવનપાળ વિહારમાં ૨૪ પ્રતિમાજી ચાંદીના તથા ૧૨૫ ઇંચ મૂળ નાયક શ્રી નેમનાથ પ્રભુની પ્રતિમા રીષ્ટ રત્નોથી બનાવી. એકજ જિનાલયમાં છન્નું કરોડ સોના મહોર ખર્ચ કર્યો.

- લંકાપતિ રાવણના મહેલમાં ગૃહ મંદિર હતું, તેમાં નીલ રત્નોથી બનાવેલ શ્રી મુનિસુવ્રત સ્વામીની હતી.જ્યાં રાવણ રોજ જિનભક્તિ કરતો. તેણે અષ્ટાપદ તીર્થ પર જિન ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું.

- હંસરાજ ઘારુના પુત્ર જગડુએ સિદ્ધાચલ તીર્થપર સવા કરોડ મુલ્યવાળું માણિક્ય આપીને તીર્થમાળા પહેરી.

- સૂરિ સમ્રાટ બપ્પભટ્ટસૂરિ હંમેશા આકાશગામિની વિદ્યાથી સિદ્ધાચલ,ગિરનાર,મથુરા,ભરૂચ તથા ગોપાલગિરિના દર્શન કર્યાં પછી આહારપાણી વાપરતા.

- આબુ નજીક ઉવરગામ ના રહેવાસી પારસશાહ ના પુત્ર દેસળશાહે ૧૪ કરોડ સોના મહોર ખર્ચી.

- પાલનપુરમાં રોજ ૫૬ મણ ચોખા અને ૧૬ મણ સોપારી જિનાલય માં આવતા હતા. રોજ જિનાલયને જુહારવાને માટે ૮૪ શ્રેષ્ઠી પાલખીમાં બેસીને આવતાં હતા.

- શ્રેણિક મહારાજા દરરોજ જે દિશામાં પ્રભુ વિચારતા તે દિશામાં સાત ડગલાં આગળ જઈને સોનાના જવનો સાથીયો કરતા હતા.

- સંપ્રતિ મહારાજા શ્રી આર્યરક્ષિત સૂરિ મહારાજાની પ્રરણાથી દરરોજ એક નવા જિનાલયના ખાતમુહુર્તના સમાચાર પ્રાપ્ત થયા બાદ જ ભોજન કરતાં.

- વસ્તુપાળ તેજપાળે આબુની ભૂમિ ઉપર ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય ખર્ચ કરીને જિનાલય બંધાવ્યા,જેનું નામ "લૂણિગવસહી" છે. શત્રુંજય પર ૧૮ કરોડ ૮૬ લાખ દ્રવ્ય ખર્ચ કર્યો.ગિરનાર પર ૧૨ કરોડ ૮૦ લાખ દ્રવ્ય ખર્ચ કર્યો. બધાજ તીર્થોમાં સોના ના આભુષણ ભેટ આપ્યા.

- થરાદ ના આભું સંઘપતિએ શ્રી શત્રુંજય ના સંઘમાં ૧૨ કરોડ સોના મહોર ખર્ચ કર્યો હતો. છ લાખ ત્રીસ હજાર પુસ્તક લખાવ્યા તથા ૩૦૦ સાધર્મિકો ને પોતાના સમાન કર્યાં.

- માંડવગઢ માં આચાર્ય સોમસુંદરસૂરિ વ્યાખ્યાનમાં ભગવતી સૂત્ર વાંચતા હતાં.તે વખતે જ્યાં ગોયામાં શબ્દ આવતો ત્યાં સંગ્રામ સોની પોતે એક સોના મહોર,તેની માતા ૧/૪ સોના મહોર તથા પત્ની ૧/૪ સોના મહોર મુકતાં.

- ભરતમહારાજા ના સંઘ માં ૯૯૮૯૮૪૦૦૦ સંઘપતિ,સગર ચાકરીના સમયમાં ૫૦૯૫૭૫૦૦૦ સંઘપતિ અને વિક્રમ રાજાના સમય માં ૮૪૦૦૦ સંઘપતિ હતાં.

(Forward post)

Comments

Popular posts from this blog

Jain Religion answer

Shri JINManiprabhSURIji ms. खरतरगच्छाधिपतिश्री का मालव देश में विचरण

Moun Egyaras, Moun Ekadashi Vidhi, मौन ग्यारस की विधि।